Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ડેનમાર્કે દરિયામાં કરોડો ટન માટી ઠાલવી એક નવું શહેર વસાવવા જઈ રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ડેનમાર્ક દરિયામાં કરોડો ટન માટી ઠાલવીને એક નવું શહેર વસાવવા જઈ રહ્યું છે. દેશની સંસદે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ નવા શહેરમાં 35,000 લોકોને રહેવા માટે ઘર મળી શકશે અને આધુનિક શહેર તરીકે આ શહેરમાં તમામ સુવિધાઓ મળશે. કોપેનહેગન બંદરને દરિયાના વધી રહેલા જળ સ્તરથી બચાવવા માટે આ કૃત્રિમ દ્વીપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

લિનેટહોમ નામના આ વિશાળ દ્વીપને રિંગ રોડ, ટનલ અને મેટ્રો લાઈન દ્વારા ડેનમાર્કની રાજધાની કોપેનહેગન સાથે જોડવામાં આવશે. તેનો આકાર એક વર્ગ મીલ એટલે કે 2.6 વર્ગ કિમી હશે. જો બધું સમુસુતરૂ પાર પડશે તો વર્ષના અંત સુધીમાં આ પરિયોજનાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

જોકે દરિયામાં શરૂ થનારી આ પરિયોજનાને લઈ પર્યાવરણવિદોનું મંતવ્ય અલગ છે. તેઓ આ નિર્માણના સંભવિત પ્રભાવને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેમના વિરોધનો સામનો કરવો પડે તેવું બની શકે છે. પરંતુ આ પરિયોજના માટે સુરક્ષાના ધોરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

(5:52 pm IST)