Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કોરોના વેક્સીન બનાવતી અમેરિકી કંપની ફાઈઝરે 12 વર્ષથી ઓછી વયના બાળકો પર વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું

નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઝરે વિશ્વના 4 દેશોના 4,500 કરતા વધારે બાળકોની પસંદગી કરી છે. જે દેશોમાં બાળકો પર ફાઈઝરની વેક્સિનની ટ્રાયલ થવાની છે તેમાં અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.

ફાઈઝરની કોવિડ વેક્સિનને પહેલેથી જ અમેરિકા અને યુરોપિય સંઘમાં 12 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકોને આપવા મંજૂરી અપાઈ ચુકી છે. જોકે આ મંજૂરી ઈમરજન્સી ઉપયોગ માટે જ આપવામાં આવી છે. ફાઈઝરે કોરોનાની આ વેક્સિન પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળીને બનાવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ કંપનીની વેક્સિનને જ સૌથી પહેલા પોતાની મંજૂરી આપી હતી.

(5:50 pm IST)