Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અલ-શબાબે અમેરિકી સૈનિકો પર થયેલ હુમલાની જવાબદારી લીધી

નવી દિલ્હી: સોમાલિયાના આતંકવાદી સંગઠને અલ શબાબના કિસમાયો શહેરમાં શુક્રવારના રોજ મોડીરાત્રે કરેલ હુલમાની જવાબદારી લીધી છે જેમાં એક અમેરકી સૈનિકનું મોત નીપજ્યું છે તેમજ અન્ય ચાર લોકોને ઇજા પહોંચી છે અલ શબાબના પ્રવક્તા અબીદાસીસ અબુ મૂસબ્ને શુરકવારના રોજ આ વાતની જાણકારી આપી હતી કે અમે મોડીરાત્રે એક સૈન્ય અડ્ડા પર હુમલો કર્યો હતો જેમાં એક અમેરકી સૈનિક અને બે કેન્યી સૈનિક અને નવ સોમાલિયાઇ સૈનિકને મોતનેઘાટ ઉતાર્યા છે અમે વધુ ચાર સૈનિકોને પણ ઘાયલ કર્યા છે અને તેમને જણાવ્યું કે આ હુમલો દક્ષિણી શહેર કિસમાયોમા કરવામાં આવ્યો હતો.

(6:43 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST