Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વૈજ્ઞાનિકોએ માનવીને કરડનાર મચ્છરનો જીવ લેતી દવાની શોધ કરી

નવી દિલ્હી: ગરમી તેમજ ચોમાસાની મોસમમાં મચ્છરોની સમસ્યા ખુબજ વધવા લાગે છે ખાસ કરીને વરસાદના વાતાવરણમાં મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરોનો કરડી જવાનો ભય લાગે છે વૈજ્ઞાનિકે એક એવી શોધ કરી છે અને એવી દવા બનાવી છે કે મચ્છર પોતાને કરડી જવાની ચુનોતી આપશે કેન્યા સ્થિત લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડીસીનમાં થયેલ અભ્યાસ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોએ આઇવરમેકટીન નામની દવા તૈયાર કરી છે આ દવાનો ઉપયોગ કરવાથી વ્યક્તિનું રક્ત મચ્છર અથવા પેરાસાઇટ માટે ઝેરીલું સાબિત થઇ શકે છે અને મેલેરિયા જેવી બીમારીથી બચી શકાય છે.

(6:41 pm IST)