Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ઇરાકમાં બોંબ ધમાકામાં એકનું મોત: 14ને ઇજા

નવી દિલ્હી: ઇરાકના કિરકુકમાં બોંબ ધમાકામાં કારણે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે અન્ય 14 લોકોને ઇજા પહોંચી છે સુરક્ષા ચિકિત્સા સૂત્રો દ્વારા ગઈ કાલે રાત્રે આ વાતની જાણકારી મળી રહી છે સૂત્રોએ વધુમાં માહિતી આપીને જણાવ્યું હતું કે બોંબ ધમાકો સાંજના સમયે ગીચતા વાળા બજારમાં થયો હતો રમજાનના આ મહિનામાં મુસ્લિમ લોકો ખરીદી કરી રહ્યા હતા આ શહેરના અન્ય બીજા ક્ષેત્રમાં વિસ્ફોટક ઉપકરણમાં ધમાકો થયો હતો જેમાં જાનમાલને નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(6:38 pm IST)