Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગુરૂની સપાટી પર દેખાતી લાઈટ શેની છે?

સૂર્યમાળાના સૌથી કદાવર ગ્રહ ગુરૂ (જ્યુપીટર)ની સપાટી પર સતત લાઈટ દેખાતી રહે છે. ગેસથી બનેલા એ જાયન્ટ ગ્રહ પર કોઈ રહેતું નથી એટલે કૃત્રિમ પ્રકાશ તો ત્યાં હોવાનો કોઈ સવાલ નથી. ૩૯ વર્ષ પહેલા 'વોયેજર-૧' સ્પેસક્રાફ્ટ ગુરૂની બાજુમાંથી પસાર થયું ત્યારે તેની તસવીરમાં સૌથી પહેલી વખત આ પ્રકાશ નોંધાયો હતો. ત્યારથી સંશોધકોએ વાતનો ઉકેલ શોધતા હતા કે ગુરૂના હવામાનમાં જોવા મળતાં આ પ્રકાશના ગોળા હકીકતે શું છે? ખાસ ગુરૂના જ અભ્યાસ માટે રવાના કરાયેલા સ્પેસક્રાફ્ટ 'જૂનો'એ આ રહસ્ય ઉકેલી આપ્યું છે. 'નાસા'એ જુનોના ડેટાનો અભ્યાસ કરી જાહેર કર્યુ હતુ કે આ પ્રકાશ હકીકતે પૃથ્વીની માફક ત્યાં પણ વીજળી પડે છે અને તેનો જ આ પ્રકાશ છે. પૃથ્વી પર આપણને વીજળી ઊંચે આકાશમાં દેખાય એટલે લિસોટા સ્વરૂપે જોવા મળે, પરંતુ પૃથ્વીના વાતાવરણની બહારથી જોવામાં આવે તો પૃથ્વી પરની વીજળી પણ વિવિધ આકારની દેખાઈ શકે છે. ગુરૂને નક્કર સપાટી નથી, ગોળાં ગેસનો બનેલો છે, માટે તેના પર થતી વીજળી પણ આ રીતે વેરવિખેર થાય છે અને એ રીતે જ તસવીરમાં જિલાઈ હતી. કુલ મળીને ૩૭૭ સ્થળે વીજળી પડવાનો ઘટના જુનોમાં નોંધાઈ હતી.(૩૦.૬)

(4:09 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST