Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

એપલે તૈયાર કર્યું બ્લડ-પ્રેશર મોનિટર કરતું હાથમાં પહેરી શકાય એવું કફ

નવીદિલ્હી, તા.૯: જાતજાતના હેલ્થ-મોનિટરિંગ ડિવાઇસની હોડમાં એપલે એક નવા ડિવાઇસની પેટન્ટ નોંધાવી છે. હાથમાં પહેરી શકાય એવું આ ડિવાઇસ સતત તમારું બ્લડ-પ્રેશર માપતું રહે છે. એમાં ખાસ સેન્સર્સ આવેલાં છે જે હાથમાં ફરી રહેલા લોહીનું પ્રેશર માપે છે. આ સેન્સરમાં જે ફિગર નોંધાય એ ટચસ્ક્રીન પર જોઇ શકાય છે અને બ્લુટુથ દ્વારા સ્માર્ટફોનમાં પણ નોંધી શકાય એમ છે. એપલ કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ આવ્યા પછી કાર્ડિએક-ડિસીઝ ધરાવતા લોકો માટે આ ડિવાઇસ પળેપળ ચોકસાઇભર્યું બ્લડ-પ્રેશરનું મોનિટરિંગ કરી શકશે.(૨૨.૪)

(4:09 pm IST)