Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સાત કલાકની ઊંઘ લેવાથી હાર્ટમાં લોહી લાવવા લઇ જવાનું કામ કરતી લોહીની નળીઓ યંગ રહે

ન્યુયોર્ક તા.૯: ઊંઘ પુરતી ન મળે તો એની અસર શરીરના એકેએક અંગ પર પડે છે. આપણે માનીએ છીએ કે ઊંઘ પૂરી ન થવાથી માત્ર મગજ જ ડલ રહે છે, પરંતુ અનિદ્રાની અસર હ્રદય પર પણ પડે છે. અમેરિકાના જયોર્જિયામાં આવેલી એમોરી યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે ઓછા કલાકની ઊંઘ મળતી હોય તો એનાથી હ્યદયની એજ વધી જયા છે. મતલબ કે હ્રદય જલદી ઘરડું થઇ જાય છે. આનું કારણ એ છે કે અનિદ્રાને કારણે હ્યદયમાં લોહી લાવવા-લઇ જવાનું કામ કરતી રકતવાહિનીઓ પર ખૂબ સ્ટ્રેસ આવે છે.  શોકકર્તાઓએ નોંધ્યું હતું કે જે લોકો નિયમિતપણે સાત કલાકથી ઓછી ઊંધ લેતા હોય છે તેમના હ્યદયના સ્નાયુઓ નબળા પડે છે અને એની સાથે સંકળાયેલી રકતવાહીનીઓ પણ ઓછી ફલેકિસબલ હોય છે. જેમ-જેમ ઊંઘના કલાકો ઘટતા જાય છે એમ-એમ હદયનું ડેમેજ હોવાની સંભાવનામાં પણ વધારો થાય છે.

(4:06 pm IST)
  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST