Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આ આર્ટિસ્ટ અરીસામાં જોઇને પોતાના જ બોડીને પેઇન્ટિંગ કરે છે

બ્રિસબેન, તા.૯: બોડી-પેઇન્ટિંગ કરતા કલાકારો દુનિયામાં ઘણા છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતી જયોર્જિના રાયલેન્ડ નામની આર્ટિસ્ટ પોતાના જ શરીર પર પેઇન્ટિંગ કરે છે. આમ તો જયોર્જિના મેકઅપ-આર્ટિસ્ટ હોવાથી આઇબ્રો અને ચહેરા પર જાતજાતની ડિજાઈન્સ કરવા માટે ફેમસ છે, પરંતુ હવે તે બોડી-પેઇન્ટિંગ કરે છે. તેની આર્ટના નમૂના તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘૂમ મચાવે છે.

પોતાના શરીર પર જ પેઇન્ટિંગ કરવા માટે તે અરીસાનો ઉપયોગ કરે છે. મિરરમાં બધું જ ઊલટું દેખાતું હોય ત્યારે ઝીણી બારીકીવાળું પેઇન્ટિંગ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ જયોર્જિનાની આર્ટમાં જબરૂ પર્ફેકશન છે. તે પોતાના જ બોડી પર નેચરલ દ્રશ્યો દોરીને એની તસ્વીરો છાશવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. એક તસ્વીર તૈયાર કરતાં તેને ત્રણથી આઠ કલાકનો સમય લાગે છે. (૨૩.૪)

(4:05 pm IST)