Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પ્રેગ્નન્સી દરમિયાન ઉલ્ટીમાંથી રાહત મેળવવા અપનાવો આ ટીપ્સ

પ્રેગ્નન્સીના દિવસોમાં મહિલાઓને કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમકે, ઉલ્ટી આવવી, ગભરામણ અને મોર્નિંગ સિકનેસ પણ તેમાંનું એક છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે મહિલાઓ દવાનો ઉપયોગ કરે છે. આ અવસ્થામાંં બધી નાની નાની સમસ્યા માટે દવા ખાવાથી ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલુ વસ્તુઓના ઉપયોગથી છૂટકારો મેળવી શકાય છે.

જીરૂ, સેંધા નમક અને લીંબુનો રસ મિકસ કરી તેનુ સેવન કરવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે. દરરોજ તેનું સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

ઉલ્ટી આવવાની સ્થિતીમાં આંબળાનો મુરબો ખાઓ. મુરબો ખાવાથી કેટલાક દિવસોમાં ઉલ્ટી આવવી બંધ થઈ જશે.

ઉલ્ટીને રોકવા માટે ગર્ભવતી મહિલાને તુલસીના પાંદડાનો રસ અને તેમાં મધ નાખી ચાટવા માટે આપો.

થોડા ધાણા લો અને તેને પીસીને રાખો. થોડા-થોડા સમયે તે ખાવુ. તમે ઈચ્છો તો તેમાં શંચર પણ મિકસ કરીને ખાઈ શકો છો. ધાણા ખાવાથી થોડા જ દિવસોમાં ઉલ્ટી થવાની બંધ થઈ જશે.

ગર્ભાવસ્થા દરમિયાન ઉલ્ટી થવી એક સામાન્ય સમસ્યા છે. તેનાથી બચવા માટે રાત્રે કાળા ચણા પલાળી દો. સવારે ઉઠીને તેમાંથી ચણા કાઢી લો અને તે પાણી પી લો. ચણાનું પાણી પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઈ જશે.

(9:20 am IST)