Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભૂલથી પણ ટાઈટ બેલ્ટ ન પહેરતા...

આજકાલ પુરૂષ હોય કે મહિલાઓ, પોતાના લુકને પૂર્ણ કરવા માટે બેલ્ટનો ઉપયોગ કરે છે. ઓફિસથી લઈ પાર્ટી સુધી તેનુ ચલણ ખૂબ જ વધી ગયું છે. આમ તો બેલ્ટ તમારા લુકને સારો બનાવવાનું કામ કરે છે, પરંતુ તેનો ફાયદો તમને ત્યારે જ થાય  છે જ્યારે તમે તેનો યોગ્ય ઉપયોગ કરો છો. જો તમે ટાઈટ બેલ્ટ પહેરો છો તો તમને કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સૌથી પહેલા તો ટાઈટ બેલ્ટ પહેરવાથી તમારા પેટ ઉપર અસર પડે છે. તેનાથી તમારી પાચન શકિત ઉપર અસર થાય છે અને ભોજન કર્યા બાદ પાચન યોગ્ય રીતે નથી થતું. તેના કારણે તમને પેટની કેટલીય સમસ્યાઓ જેવી કે કબજીયાત, એસીડીટી, પેટમાં દુઃખવુ, વગેરેનો સામનો કરવો પડે છે.

જે લોકો ખૂબ જ ટાઈટ બેલ્ટ પહેરે છે, તેના પગના હાડકા ઉપર પણ ખૂબ જ અસર પડે છે. તેનાથી હાડકા કમજોર પડવા લાગે છે.

કમર ઉપર ટાઈટ બેલ્ટ પહેરવાથી કરોડરજ્જુના હાડકા ઉપર દબાણ આવે છે. એવા લોકો હંમેશા કમર દર્દની ફરીયાદ કરે છે.

(9:19 am IST)