Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જીમ કે યોગા નહીં... ઝડપથી ચાલો અને રહો ફીટ એન્ડ ફાઈન

એક અભ્યાસ અનુસાર, ઝડપથી ચાલવાથી મૃત્યુદરમાં ૨૪ ટકા ઘટાડો થાય છે

આજના યુવાનો પોતાને ફીટ રાખવા માટે  ઘણુ કરે છે. તે જીમ જાય છે. યોગા કરે છે પરંતુ, તમે જીમ અને યોગા કર્યા વગર પણ ફીટ રહેવા ઈચ્છો છો તો ઝડપથી ચાલવાનું શરૂ કરો. ચાલવાથી તમે ફીટ પણ રહેશો અને હૃદય સંબંધી બીમારીઓથી પણ દૂર રહેશો.

એક અભ્યાસમાં જણાવાયું છે કે ધીરે-ધીરે ચાલવાની સરખામણીએ સરેરાશ ગતિએ ચાલવાથી બધા પ્રકારના મૃત્યુદરમાં ૨૦ ટકાનો ઘટાડો થાય છે. જ્યારે ઝડપથી ચાલવાથી ૨૪ ટકા ઘટાડો થાય છે.

સિડની યુનિવર્સીટીના ચાલ્સ પરકિંસ સેન્ટર અને સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમાનુએલ સ્ટામાટેકિસએ જણાવ્યું કે 'પરણિામો પર યૌન સંબંધ અથવા બોડી માસ ઈંડેકસ પર અસર દેખાડતુ નથી, સરેરાશ અથવા ઝડપથી ચાલવુ બધા પ્રકારના મૃત્યુદરને ઘટાડે છે.'

તેઓએ વધુમાં જણાવ્યું કે, સ્પીડ સામાન્ય રીતે ૫ કે ૭ કિલોમીટર પ્રતિ/કલાક હોય છે. પરંતુ, તે ચાલનાર વ્યકિતના ફિટનેસ સ્તર પર ડિપેન્ડ કરે છે.

(9:19 am IST)