Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

લોસ એન્જિલિસમાં એક મકાનમાંથી એક સાથે ૧૦૦૦ બંદૂકનો જથ્થો મળતા દોડધામ

લોસ એન્જિલિસઃ લોસ એન્જિલિસમાં એક ઘરમાંથી 1000થી વધુ બંદૂક મળી આવતાં પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. લોસ એન્જિલિસ પોલીસ વિભાગના અધિકારી જેફ લીએ જણાવ્યું કે, દારૂ, તમાકુ, બંદૂક અને વિસ્ફોટક બ્યૂરોના એજન્ટો તથા લોસ એન્જિલિસ પોલીસ વિભાગના કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે બંદૂક બનાવવા અને તેને વેચવાનું કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ સામે બુધવારે સર્ચ વોરન્ટ બહાર પાડ્યું છે.

CNNના રિપોર્ટ અનુસાર, એક એરિયલ ફૂટેજમાં હોલંબી હિલ્સ ખાતેના એક ઘરના પ્રવેશ માર્ગ પર અસંખ્ય બંદૂકો વિખેરાયેલી જોવા મળી હતી. હથિયારોમાં પિસ્તોલથી માંડીને રાઈફલોનો સમાવેશ થાય છે.

બ્યૂરોના પ્રવક્તા જિંજર કોલબ્રને એક લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે, અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે, "એક વ્યક્તિ ગેરકાયદે રીતે વિસ્ફોટકો બનાવવાનું કામ કરી રહ્યો છે." ઘરની તલાશી લેતાં તેમાં વિસ્ફોટકો બનાવવાના ઉપકરણ અને ઓજાર પણ મળ્યા છે.

LLPD 2015માં પણ એક ઘરમાંથી 1200 બંદૂક, 7 ટન દારૂગોળો અને 2,30,000 ડોલરની રોકડ રકમ જપ્ત કરી હતી. સમયે ઘરના માલિકનું કુદરતી કારણોથી મોત થયું હતું અને તેની લાશ ઘરની બહાર એક વાહનમાં મળી હતી. સમયે ઘરમાંથી મળેલા હથિયારોનું પ્રમાણ જોતાં તેને સૌથી મોટી જપ્તી માનવામાં આવી હતી.

(5:41 pm IST)