Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

આ બાળકના કપાળ પર નીકળી રહ્યો છે મગજનો ભાગ

ઇસ્લામાબાદ તા ૯  :  પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના બાદિન શહેરમાં રહેતા જયરામ અને લક્ષ્મી નામના યુગલને ત્યાં આઠ મહિના પહેલા એક બાળકનો જન્મ થયો. એ વખતે તેના નાક પાસે એક વીંટી જેટલો દાણો ઉપસેલો હોય એવું દેખાતું હતું. દાઇમા નામના આ છોકરાના કપાળ અને નાક પરનું ટચુકડુ નિશાન અત્યારે  ટૈનીસના બોલ જેટલો મોટો થઇ ગયો છે, અને બાળકનું નાક પણ ઢંકાઇ ગયું છે. અને એક આંખ પણ એ ટયુમરની પાછળ બંધ થઇ ગઇ છે. થોડાક દિવસ પહેલાં જે તેને કરાચીની જિન્નાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ડોકટરોએ વિવિધ પરીક્ષણો કરીને એ એન્સેફેલસ નામની મગજની બીમારી હોવાનુ નિદાન થયું છે એને મસ્તિક હર્નિયા પણ કહેવાય છે. ડોકટરોનું કહેવું છે કે જો આ સમસ્યાનું બને એટલું જલદી ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો ટયુમર મોટી થતી જ રહેશે અને એને કારણે દષ્ટિ પર તો અસર પડી જ છે, પરંતુ આગળ જતાં તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે. મગજનું ફલુઇડ આ ટયુમરમાં ભરાઇ રહ્યું છે. એને દુર કરવા સર્જરી એક માત્ર ઓપ્શન છે. સમસ્યા એ છે કે તેના પિતા જયરામ રોજના દોઢસો રૂપિયા કમાય છે.

(2:41 pm IST)