Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

૯૦ વર્ષે પણ આ ભાઇ નોકરીમાંથી રિટાયર નથી થયા

ન્યુ જર્સી તા ૯ : ૬૦-૭૦ વર્ષની વયે વ્યકિત કયારે નિવૃત થઇશું એની રાહ જોવા લાગે છે, પણ અમેરિકાના ન્યુ જર્સી રાજયના પર્થ એમ્બોય શહેરમાં રહેતા બેની ફિસેટો નામના દાદા ૯૭ વર્ષની વયે પણ નોકરી કરે છે. આમ તો બેનીભાઇ યુવાવયે એક કોસ્મેટીક કંપનીમાં સુપરવાઇઝર હતાં, જયાંથી તેઓ ૮૦ ના દાયકામાં રિટાયર થઇ ગયા હતા એ પછી પણ તેમણે કોઇક ને કોઇક કામ કરવાનું છોડયું નહીં. રોજ મહેનતનું કામ ન કરે તો તેમને મજા નથી આવતી. હાલમાં તેઓ સ્થાનીક સ્ટોરમાં વીકમાં બે વાર ચાર કલાક માટે બેગબોયનું કામ કરે છે.

બેનીભાઇએ કમાણી કરવાનું છેક સાત વર્ષની ઉંમરથી કરી દીધુ હતું. એ વખતે તેઓ બુટ પોલિશનું કામ કરતા હતા. એ પછી તેમણે બાર્બરની તાલીમ લીધેલી વચ્ચે તેમણે સેનામાં જોડાઇને બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન એરફોર્સમાં પણ કામ કર્યુ  તેઓ બી-૨૫ મિશેલ બોમ્બર પર ગનર તરીકે તહેનાત થયેલા. યુદ્ધના મોરચે જેટલી તન્મયતાથી તેઓ મચી પડતા એટલી જ ઇન્વોલ્વમેન્ટ લોકલ સ્ટોરમાં કામ કરતી વખતે પણ હોય છે. સ્ટોરના મેનેજરનું કહેવું છે કે બેલીને જો તેમના કામ દરમ્યાન થોડોક બ્રેક લેવાનું કહીએ તો તેઓ મને ઘુરવા લાગે છે. તેઓ કહે છે કે, જયારે મારે માત્ર ચાર જ કલાક કામ કરવાનું છે તો હું બ્રેક શું કામ લઉ ?

(2:40 pm IST)