Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ખીલથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલુ ઉપાય

યુવાનીમાં પગ મુગતાં જ દેરક યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારૂ અને ચિંતાજનક લગાતુ હોય તો એ છે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે. આવો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીએ છે જે અજમાવીને તમે તમારી આ સમસ્યાને દુર કરી શકો છો.

સુતી વખતે ગરમ પાણીથી માઢુ ધોવુ, પછી ચારોલીંને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવું. સવારે સાબુથી મોઢુ ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.

કાચા પપૈયાને કાપીને તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી  ખીલ કાયમ માટી જાય છે.

ખીલ મટી જાય પછી મોઢા પર રહેલા ખીલના ડાધ દુર કરવા માટે પાકેલા પપૈયાના રસને મોઢા પર લગાવો. પદંર વીસ મીનિટ પછી તે સુકાય જાય ત્યારે પાણીથી મોઢુ ધોઈ નાખવુ અને ટુવાલથી મોઢાને સારી રીતે લૂંછી લેવું. પછી મોઢા પર ક્રીમ લગાડવુ. એક અઠવાડીયા સુધી આ પ્રયોગ કરશો તો મોઢા પરના ખીલના ડાધ મટી જશે.

મોઢા પરના કાળા ડાધ દૂર કરવા માટે તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડી દેવો અને સુકાય જાય પછી પાણીથી ધોઈ નાખવું. આ રીતે ૧૫ દિવસ કરવાથી મોઢા પરના કાળા ડાધા દૂર થઈ જશે.

(9:28 am IST)