Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

બાળકોનો આત્મ વિશ્વાસ વધારવો છે? તો તેને કહો આ વાતો

આત્મ વિશ્વાસથી ભરપુર વ્યકિત જીવનના દરેક પગલે સફળતા મેળવે છે. જે લોકો પોતાની જાત ઉપર વિશ્વાસ નથી કરતા, તે સક્ષમ હોવા છતા ખાસ કમાલ નથી કરી શકતા. એટલે સૌથી પહેલા એ વાત ખૂબ જ જરૂરી છે કે પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા શીખો. આ ગુણ એક દિવસમાં નથી આવતો, તેના માટે બાળપણથી જ બાળકના મનમાં તેના બીજ વાવવા પડે છે.

જો તમે બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માંગો છો. તો હંમેશા તેને આગળ વધવાની પ્રેરણા આપો. તેને દરરોજ કહો કે અમને તારા પર ગર્વ છે. જો તે ભણવામાં કે રમતમાં પ્રથમ ન આવી શકયો હોય તો પણ તમે તેના પર ગુસ્સો કરવાને બદલે તેની કમીઓને દૂર કરવાનો પ્રયાસ કરો.

આજકાલ બાળકો પણ ટેનશનમાંથી પસાર થાય છે, એવામાં મા-બાપનો ગુસ્સો અને ભણવામાં દબાણના કારણે તે વધુ હેરાન થઈ જાય છે. એવામાં તમે તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરો. સાથે તેને એ વાત જરૂર કહો કે અમે તારી સાથે છીએ, તુ ચિંતા ન કર.

મોટા ભાગે મા-બાપ શું કરે છે કે, બાળકોની કારકીર્દિ પસંદ કરતી વખતે પોતાનો મત આગળ રાખી દે છે. તેને તેનાથી કંઈ જ ફર્ક નથી પડતો કે તેનું બાળક શું કરવા ઈચ્છે છે? તેનું મન શું કરવા ઈચ્છે છે. આ ઉપરાંત ઘરના અન્ય નિર્ણય લેતા પહેલા પણ તેનો મત જાણો.

(9:55 am IST)