Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ઇજિપ્તમાં મળી આવ્યું 2 હજાર વર્ષ જૂનું સોનાની જીભ વાળું મમી

નવી દિલ્હી: ઇજિપ્તના પ્રાચીન સ્થળ તપોસાઇરિસ મેગ્નામાં ખોદકામ દરમિયાન પુરાતત્ત્વવિદોને 2 હજાર વર્ષ જૂનું મમી મળી આવ્યું છે, જેમાં સોનાની જીભ છે. ઇજિપ્તના પર્યટન મંત્રાલયે કહ્યું હતું કે મમીમાં સોનાની જીભ એમ વિચારીને મુકાઈ હશે કે મૃતક મૃત્યુ પછી પણ બોલી શકે. પુરાતત્ત્વવિદોએ આ મમીમાંથી બીજા 15 અવશેષ પણ કાઢ્યા છે.

(5:18 pm IST)
  • LinkedIn સોશિયલ મીડિયા ઉપરના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા લીક થતા વિશ્વભરમાં સનસનાટી : સોશિયલ મીડિયાની જગપ્રસિદ્ધ LinekIn સાઇટ ઉપરના ૫૦ કરોડ જેટલા યુઝર્સના પર્સનલ ડેટા ઓનલાઇન લીક થયા છે. આટલી મોટી માત્રામાં પર્સનલ ડેટા લીક થતા મોટો ખળભળાટ મચી ગયો છે. યુઝર્સના પૂરા નામ, આઇડી, ઈ-મેલ એડ્રેસ, ફોન નંબર, અને બીજી અંગત વિગતો લીક થઈ ગયેલ છે. ઈટાલિયન ખાનગી વોચ ડોગ એજન્સીએ linkedin ડેટા ચોરી અંગે તપાસ શરૂ કરી દીધી છે. access_time 11:16 am IST

  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST

  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST