Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોવીડશિલ્ડ શેલ્ફ લાઈફ માત્ર 6 મહિના સુધી જ વાપરવું હિતાવહ છે:ડબલ્યુએચઓ

નવી દિલ્હી: ભારતમાં સૌથી વધુ અપાતી કોવિશિલ્ડ વેકસીન શેલ્ફ લાઈફ 3 માસ વધારવા માટેની સીરમ ઈન્સ્ટીટયુટની વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ફગાવી દીધી છે. ડબલ્યુએચઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સિરમ એ જે ડેટા અને દસ્તાવેજો પુરા પાડયા છે તે પુરતા નથી અને તેથી તેની શેલ્ફ લાઈફ એટલે કે વેકસીન છ માસથી વધુ 3 માસ સુધી એકસપાયર નહી થાય તેવું કોઈ રીતે સાબીત થતુ નથી. ડબલ્યુએચઓએ ભારતમાં જે રીતે કોઈ કોવિશિલ્ડની લાઈફ 3 માસ વધારાઈ છે તે અંગે ભારતના ડ્રગ કંટ્રોલ ઓથોરીટી સાથે બેઠકની માંગ કરી છે. ભારતે અગાઉ જ આ શેલ્ફ લાઈફ વધારી દીધી છે અને હવે તે વેકસીન 9 માસ સુધી ઉપયોગમાં લઈ શકાશે તેવું જાહેર થયું છે. સિરમનો દાવો છે કે તેની વેકસીન નવ માસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

(5:17 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST

  • રાજકોટમાં શનિ - રવિ પાનના ગલ્લા બંધ રહેશે : કોરોના સંક્રમણ વધતા પાન - ગલ્લા ઍસોસીઍશનનો નિર્ણય access_time 5:56 pm IST