Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વધારે પડતી પેઇનકિલર શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે:બ્રિટનના ડોક્ટરોનું સંશોધન

નવી દિલ્હી: ભારે દર્દમાં રાહત આપવા માટે દર્દીને ડોકટર પેનકિલર આપે છે પણ દર્દમાં રાહત આપતી આ દવા શરીર માટે ખતરનાક સાબિત થાય છે. બ્રિટનનાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએસએસ) એ ગાઈડ લાઈન જાહેર કરીને ડોકટરોને સલાહ આપી છે કે ક્રોનિક પેન અર્થાત જુના દર્દની સ્થિતિમાં પેન કિલરની દવા દર્દીઓને ન લખી આપે. એનએસએસનું કહેવુ છે કે પેન કિલર તરીકે ઉપયોગમાં લેવાતી પેરા સીટામોલ કે આઈબ્યુપ્રોફેન દવાઓ દર્દથી રાહત અપાવે છે કે નહિં પરંતુ આ દવાઓ શરીરને ભારે નુકશાન પહોંચાડે છે. એનએસએસઓ પોતાની ગાઈડ લાઈનમાં કહ્યુ છે કે એ બાબતનાં પુરતા પુરાવા છે કે આ દવાઓ શરીરને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે તેમાં જણાવાયું હતું કે એ બાબતનાં કોઈ પ્રમાણ નથી કે પેનકિલર લેવાથી દર્દ પર શું અસર પડે છે.એનએસએસે સલાહ આપી છે કે ક્રોનિક પેનની સ્થિતિમાં પેન કિલર લેવાથી બહેતર છે કે નિયમીત કસરત કરવી.જો દર્દ વધુ હોય તો ફીઝીયોથેરાપીસ્ટની નજર હેઠળ કેટલાંક દિવસ ફીજીયો કરવી.

(5:17 pm IST)