Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સંયુક્ત રાષ્ટ્રની અપીલ પર સાઉદી અરબી રોક્યું સૈન્ય અભિયાન:કોરોના વાયરસના કારણે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ

નવી દિલ્હી:કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દુનિયા આખીની સરકાર સંપૂર્ણ મહેનત કરી રહી છે એવામાં યમનમાં હોથી વિદ્રોહીઓ સાથે લડનાર સાઉદી નેતૃત્વ ગઠબંધને કોરોના વાયરસના કારણોસર બે અઠવાડિયા માટે સૈન્ય અભિયાનને રોકી દીધું છે રાજ્ય સાઉદી સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                 વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગઠબંધનના પ્રવક્તા કર્નલ તુર્ક-અલ મલિકીએ જણાવ્યું છે કે યુદ્ધવિરામ ગુરુવારના રોજ બપોરથી પ્રભાવિત થશે યમનની સંયુક્ત રાષ્ટ્રની માન્યતા પ્રાપ્ત સરકારના અનુરોધ પર અરબ ગઠબંધન 2015થી હુથીયો સાથે લડી રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:13 pm IST)