Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અફઘાનિસ્તાનના ઉત્તર બાલ્ખ પ્રાંતમાં તાલિબાનનો હુમલો:સાત નાગરિકોનું અપહરણ કરી જતા અરેરાટી

નવી દિલ્હી: તાલિબાનોએ અફઘાનિસ્તાનના ઉત્તર બાલ્ખ પ્રાંતમાં સુરક્ષા દળો પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા સાત અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.બળવાખોરો દેશના શોલગારા જિલ્લામાંથી પહેલાં નાગરિકોનું અપહરણ કરી ગયા હતા અને પાછળથી એમને રહેંસી નાખ્યા હતા, એમ સ્થાનિક પોલીસ વડાએ જણાવ્યું.

 તાલિબાનો ફેબુ્રઆરીના છેલ્લા દિવસોમાં અમેરિકા સાથે કતારમાં થયેલા શાંતિ કરાર નિષ્ફળ જવાની અણી પર હોવાનું કહી ચૂક્યા છે એવા સમયે ઉપરોક્ત હિંસાચાર થયો છે. તાલિબાનોએ કરારના ભંગ માટે અમેરિકાને દોષિત ઠરાવ્યું છે. જોકે અમેરિકા એનો ઇન્કાર કરે છે. અફઘાનિસ્તાનના દક્ષિણ કંદહાર પ્રાંતમાં એક મોર્ટાર શેલ ફૂટવાથી ત્રણ બાળકોના મોત થયા હતા જ્યારે અન્ય પાંચ નાગરિકો ગંભીરપણે ઘવાયા હતા.

(6:12 pm IST)