Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઝૂમ એપ્લિકેશનને લઈને ગૂગલે કરી મહત્વની જાહેરાત

નવી દિલ્હી: હાલ લોકડાઉનના કારણે વિશ્ર્વભરમાં વિડીયોકોલીંગનું પ્રમાણ અત્યંત વધી ગયુ છે પરંતુ ઝુમ એપ્લીકેશન કે જે વિડીયો કોલીંગ માટે લોકપ્રિય બન્યું છે તથા ટેલી કોન્ફરન્સ પણ કરાવે છે તે એપનો ઉપયોગ કરવા સામે ગુગલે તેના કર્મચારીઓને ચેતવણી આપી છે. અગાઉ અમેરિકાની અવકાશ સંશોધન નાસા અને સ્પેસ એકસ એ પણ ઝુમનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. આ એપ ડેટા ચોરી લેતા હોવાની ફરિયાદ છે.

 

(6:10 pm IST)