Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના વાયરસને લઈને ચીનના એક સુપર કોમ્પ્યુટરે કર્યો સૌથી મોટો અને અનોખો ખુલાસો

નવી દિલ્હી: કોરોના(Corona) વાયરસ ક્યાંથી આવ્યો તેને લઈને અમેરિકા અને ચીન પહેલાથી જ આમને સામને છે. હવે ચીન(China)ના એક સુપર કોમ્પયુટરે જણાવ્યું છે કે અમેરિકા (America) ના હોસ્પિટલમાં ગયા વર્ષે આવેલો 'રહસ્યમય ન્યુમોનિયા' નો મામલો જ કોરોના(Corona) વાયરસ સંક્રમણ હોઈ શકે છે. તિયાનજીત સ્થિત નેશનલ સુપરકોમ્પયુટર સેન્ટરની તિયાન-1 મશીને જુલાઈ મહિનામાં ગંભીર રૂપથી બીમાર પડેલા એક અમેરિકી દર્દીની CAT (કોમ્પયુટરાઈઝ્ડ એક્સિયલ ટોમોગ્રાફી સ્કેન) ઈમેજ કાઢી છે. ચીની સુપરકોમ્પયુટરની સ્કેનિંગના આધાર પર વ્યક્તિના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પ્રબળ સંભાવના દર્શાવવામાં આવી છે.

                     રિપોર્ટ અનુસાર દર્દીના બન્ને ફેફડાની નીચેના ભાગમાં સફેદ પેચ મળ્યા છે. આવા ઘણા લક્ષણોએ રેડિયોલોજીસ્ટને ચોંકાવી દીધા છે કારણ કે આ ન્યુમોનિયામાં જોવા નથી મળતા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના રિપોર્ટ અનુસાર, ઈમેજમાં કોવિડ-19ના અમુક ફિચર્સ જોવા મળી રહ્યા છે જેના કારણે મહામારી સાથે જોડાયેલી જાણકારીઓ અને અન્ય ક્લીનિકલ ટેસ્ટની સાથે મળીને ડાયગ્નોસિસ કરવાનું સુચન આપવામાં આવ્યું છે.

(6:04 pm IST)