Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

શિકાગોમાં બર્થડે પાર્ટી સહીત અંતિમ સંસ્કારમાં જઈને આ શખ્સે કોરોના ફેલાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: શિકાગોમાં એક અંતિમ સંસ્કાર અને જન્મદિવસની પાર્ટી (funeral and birthday party) કોરોનાના (coronavirus) સંક્રમણનો વાહક બન્યા હતા. એક જ વ્યક્તિ બંને અલગ અલગ પ્રસંગોમાં લોકોને મળ્યો હતો. અને તેણે પોતાનું સંક્રમણ બધામાં ફેલાવી દીધી હતી. જોકે, આ બધું અજાણતા થયું હતું પરંતુ તેણે સમગ્ર શિકાગોમાં કોરોના વાયરસનો હાહાકાર મચાવી લીધો છે.

                     ફેબ્રુઆરી ખતમ થવાના આરે હતો કે અમેરિકા એ ભ્રમમાં હતું કે તેણે પોતાને કોરોના વાયરસથી સુરક્ષિત કરી લીધું છે. પરંતુ આ સમયે શિકાગોના એક નિવાસીએ જેની અંદર ઓછા લક્ષણો હોય છે તે પોતાના સામાન્ય માનીને અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગયો હતો. આ વ્યક્તિને ખબર ન્હોતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે. અને પછી તે જન્મદિવસની પ્રટીમાં ગયો હતો. જ્યાં અલગ અલગ 15 લોકોને મળ્યો હતો. આમ તેણે સંક્રમણની ચેઈન બનાવી દીધી હતી. જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર સીડીસીએ શિકાગોના સુપર સ્પ્રેડરની કહાની જણાવી હતી.

(6:03 pm IST)