Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અમેરિકનોમાં મોટો પ્રશ્નઃ વાળ જાતે કાપવા કે નહીં

લોકોના માથાના વાળની વૃદ્ઘિ થયા જ કરે છે જેને કારણે તેમના લુક બદલાઈ રહ્યા છે

વોશિંગ્ટન,તા.૯: કોવિડ-૧૯ની મહામારીને કારણે અમેરિકામાં અર્થતંત્રની ગતિ મંદ પડી ગઈ છે અને સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે, પરંતુ લોકોના માથાના વાળની વૃદ્ઘિ થયા જ કરે છે જેને કારણે તેમના લુક બદલાઈ રહ્યા છે. અમેરિકનોમાં અત્યારે એક મહત્ત્વનો પ્રશ્ર્ન એ છે કે'માથાના વાળ જાતે કાપવા કે ન કાપવા?'

શિકાગોનાં મેયર લોરી લાઇટફૂટે એક મુલાકાતમાં કહ્યું, 'મને એક સમયે થયું કે હું જાતે મારા વાળ કાપી શકીશ, પરંતુ મને એવો વિચાર પણ આવ્યો કે એવું કરવાથી મારી હેર-સ્ટાઇલ વિકૃત થઈ શકે એમ છે.'તેમણે હેર-કટ કરાવ્યા હોવાની વાત ત્યારે બહાર પડી જયારે તેમના હેરડ્રેસરે ફેસબુક પર મોકલેલી પોસ્ટમાં લખ્યું,'મને આ કટોકટીના સમયમાં મેયરના વાળ ટ્રિમ કરવાનો લહાવો મળ્યો.' હેરડ્રેસરે માસ્ક પહેરીને મેયરના વાળ કાપ્યા હતા એમ છતાં મેયર ટીકાકારોના નિશાન બન્યા જ હતા.

ઘણા અઠવાડિયાઓથી ઘરમાં બંધ અમેરિકનોના વાળ ખૂબ વધી ગયા છે અને સલૂન બંધ હોવાથી એમાંના ઘણા લોકો પોતાના વધેલા વાળના ચોટલા બનાવીને કે લાંબી લટ બનાવીને સોશિયલ મીડિયા પર પોતાના'ન્યૂ લુક'પોસ્ટ કરી રહ્યા છે.  કોઈક વીડિયો પોસ્ટ કરી રહ્યું છે તો કોઈક વાળની બાબતમાં ઓનલાઇન કલાસીસ પણ ચલાવે છે અને એ દ્વારા કેટલાક હેર-સ્ટાઇલિસ્ટો ધીકતી કમાણી કરી રહ્યા છે. 'ન્યૂયોર્ક ટાઇમ્સ'માંના કેટલાક લેખમાં આ મુજબના મથાળા હેઠળ વિગતો આપવામાં આવી રહી છેઃ 'ઘરમાં તમે પોતાના વાળની માવજત કેવી રીતે કરશો?', 'ઘરમાં તમારા વાળને કેવી રીતે ટ્રિમ કરવા?

(9:57 am IST)
  • એપ્રિલ ર૦-ર૧ના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ર૦૦ કોન્ટ્રેકટ ઉપરના ક્રિકેટરોની ઓનલાઇન ફીટનેસ ટેસ્ટ લેશે access_time 4:41 pm IST

  • પોરબંદર જિલ્લા માટે રાહતના સમાચાર : પોરબંદરમાં પ્રથમ કોરોના પોઝિટિવ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો :અગાઉ આ 48 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો access_time 9:47 pm IST

  • જામનગર લેબ,માં આવેલ તમામ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ : જામનગર લેબમાં કુલ 13 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતા : જામનગરના-2,મોરબીના-7,પોરબંદરના 2 અને દ્વારકાનું એક સેમ્પલ પરીક્ષણ માટે આવેલ access_time 7:14 pm IST