Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

૮૦૦૦ લોકોએ આ સ્વીટ ડિશ ખાવાની ચેલેન્જ લીધેલી, માત્ર ૨૪૧ લોકો પુરી કરી શકયા છે

લંડન તા ૯  :  અમેરિકા અને બ્રિટનમાં બર્ગર, પીઝાના લાર્જ મીલ ખાવાની ચેલેન્જ બહુ કોમન હોય છે. જોકે બ્રિટનના માન્ચેસ્ટરમાં આવેલી એક કોન્ફેકશનરી શોપમાં પેસ્ટ્રી અને ચોકલેટ્સ ખાવાની ચેલેન્જ બહાર પાડી છે. જો તમે ચોકલેટ પ્રેમી છો એવો દાવો કરતા હો તો આ કંપની તમારી ચોકલેટ ખાવાની ક્ષમતાની કસોટી કરે એવું કોમ્બિનેશન તૈયાર કરી લાવી છે. આ એક ડિશમાં એક કેક, આઇસક્રીમ, ફ્રેશ ક્રીમ, ચોકલેટ કોઇન્સ અને એક ગ્લાસ હોટ ચોકલેટ એમ બધું જ સાડા પંદર પાઉન્ડ એટલે કે લગભગ ૧૪૦૦ રૂપિયામાં આપે છે. જોકે એમાં ચેલેેન્જ અ ે છે કે તમાર ેએક જ બેઠકે આ બધું જ પુરૂ કરી જવાનું. જો તમે તમારા દોસ્ત કે બીજા કોઇનીયે મદદ વીના આ આખીય ડિશ ઝાપટી જાઓ તો તમને કંપની દ્વારા ચોકલેટપ્રેમી હોવાનો મેડલ અને ડબ્બો ભરીને  ફ્રીમાં ચોકલેટ આપવામાં આવશે. અત્યારસુધીમાં આ ચેલેન્જ લગભગ ૮૦૦૦ થી વધુ લોકોએ ઉપાડી છે. જોકે અડધાથી વધુ લોકો અડધી ડિશ પણ ફીનીશ નથી કરી શકયા. માત્ર ૨૪૧ ચેલેન્જર્સે આખી ડીશ ચટાચટ કરી હતી.જોકે ડિશ પુરી કર્યા પછી લોકો ચોકલેટના નામે એવા ઉબકે ચડી ગયા કે જીત્યા પછીયે લોકોએ ચોકલેટની ગીફટ સ્વીકારવાની ના પાડી  દીધી હતી.

(3:54 pm IST)