Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચીને કોમ્પ્યુટર, બાઇક સહિતની વસ્તુઓની આયાત ડયુટી ઘટાડી

બેઇજિંગ, તા. ૯ : ચીનની વેપાર નીતિની સમગ્ર દેશમાં ટીકા થઇ રહી છે ત્યારે બેઇજિંગે આજે જાહેરાત કરી છે કે તે કોમ્પ્યુટર, બાઇક સહિતની કન્ઝયુમર ગુડ્ઝ પરની ડયુટીમાં ઘટાડો કરશે.

ઉલ્લેખનીય છે કે બેઇજિંગ અને વોશિંગ્ટન હાલમાં એકબીજાની ૩૬૦ અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયુટીમાં વધારો કર્યો છે. ચીને પુસ્તકો, કોમ્પ્યુટર, ફૂડ, ફર્નિચર અને દવાઓ પરની આયાત ડયુટી ઘટાડીને ૧૩ ટકા કરી છે ઘટાડેલી આયાત ડયુટીનો અમલ મંગળવારથી જ કરવામાં આવશે.

ચીનની સત્ત્।ાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આ વસ્તુઓ પર ૧૫ ટકા આયાત ડયુટી વસૂલવામાં આવતી હતી. આ ઉપરાંત રમતગમતની વસ્તુઓ, ટેકસટાઇલ, ઇલેકટ્રોનિક એપ્લાયન્સિસ પરની પણ આયાત ડયુટી ઘટાડવામાં આવી છે.

(3:54 pm IST)