Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

યુનિવર્સિટીની જિમ્નેસ્ટિક કોમ્પિટિશનમાં જિમ્નેસ્ટના બન્ને પગ બટકાઇ ગયા

ન્યુયોર્ક તા. ૯ : સ્પોર્ટ્સમાં રસ ધરાવતા હો ત્યારે ટફ કોમ્પિટિશનમાં ઉતરતાં પહેલા શરીરને એ માટે તૈયાર કરવાનું કેટલું અગત્યનું છે એ કેટલાક હાદસાઓ પરથી સમજાય છ.ે અમેરિકાના અલબામાં રાજયની અબર્ન યુનિવર્સિટીમાં શુક્રવારે જિમ્નેસ્ટિકસની કોમ્પિટિશનમાં સમન્થા કેરિયો નામની યુવતી તેનો સ્ટન્ટ પર્ફોર્મ કરતી વખતે બહુ બુરી રીતે ઘાયલ થઇ ગઇ. આમ તો તેની ટીમમાં સમન્થા ઘણું સિનિયર સ્થાન ધરાવતી હતી, પણ ફર્સ્ટ લેવલનું ફલોર રૂટિન પર્ફોર્મ કરતી વખતે ગુુલાંટિયું ખાઇને મેટ પર લેન્ડ થતી વખતે ગરબડ થઇ. ગુલાટિયું ખાવા માટે તેણે જેટલો ઉંચો કૂદકો ભરવો જોઇતો હતો એટલો ન ભરાતાં લેન્ડિગ દરમ્યાન તે લિટરલી પગ ફોલ્ડ હોય ત્યારે જ મેટ પર પડી અને એ જ વખતે જોરથી કડાકો બોલ્યો અને તે જમીન પર બેસી પડી. જોરદાર વજન પગ પર આવવાથી તેના ઘુંટણ ખસી ગયા અને બન્ને પગની પિંડી પાસેનાં હાડકાં બટકાઇ ગયાં. તે પીડાથી ચિલ્લાઇ ઉઠી અને તરત જ ડોકટરો તેની પાસે દોડી આવ્યા. સ્ટ્રેચરમાં જ તેન તાત્કાલિક હોસ્પિટલ લઇ જવી પડી. તેના બન્ને પગમાં સળિયા નાખીને હાડકાંને જોડવા પડશે.

(3:52 pm IST)