Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

૬ માસની બાળકીના મહાકાય હાથ

ચીનમાં ૬ મહિનાની બાળકી હાલ ઈન્ટરનેટ ઉપર ચર્ચામાં છે કારણ છે તેણીનું વજન. ૬ માસની જુ યુયાન નામની આ બાળકીનું વજન ૧૨.૫ કિલો છે. પોતાની ઉંમરના અન્ય બાળકો કરતા તેનું વજન ૩ ગણુ છે. ચીનમાં ૬ માસના બાળકનું વજન ૭.૨ કિલો હોય છે. બાળકીના પિતાનું કહેવું છે કે તેમની પુત્રી સ્વસ્થ છે. તે રોજ ખાય છે પીવે છે અને પુરતી ઉંઘ લ્યે છે. મેદસ્વીતાને કારણે તેના હાથ પર રોલ બની ગયા છે. તેના સીધા હાથની તસ્વીર ઈન્ટરનેટ ઉપર ૪.૭ કરોડ લોકોએ જોઈ છે. તેના હાથ પર રોલને કારણે તેને 'મિશેલિન' બેબી કહેવાય છે.

(10:03 am IST)