Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

દુબઈમાં હવે મુસાફરોને એરપોર્ટ પર સ્કેનિંગ માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મળશે રાહત

નવી દિલ્હી: હવે Dubai એરપોર્ટ પર મુસાફરોને સ્કેનિંગ માટેની લાંબી લાઈનોથી રાહત મળી છે. અહીં એરપોર્ટ ઓથોરિટીએ નવી ફેસ રિકગઝેશન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે “બાયોમેટ્રિક પેસેન્જર જર્ની”. આના લીધે મુસાફરોને ઘણી સુવિધા મળશે.

     જ્યારે મુસાફરો Dubai આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચે છે. ત્યારે તે ફેસ અને આઈરિસ માન્યતા દ્વારા ચેક ઈન કરવામાં આવશે. ફક્ત એક વાર થશે અને ભવિષ્ય માટે ડેટા એકત્રિત કરવામાં આવશે. પછી મુસાફરો જેટલા સ્માર્ટ ગેટ્સથી પસાર થશે ત્યાં બાયોમેટ્રિક તકનીકના ડેટા સાથે મેચ થશે અને દરવાજા ખોલવામાં આવશે. આની માટે તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. હવે બિઝનેસ લાઉન્જ પર જવા માટે બોર્ડિંગ પાસ બતાવવાની જરૂર નથી. માત્ર ફેસ રિકગઝેશનથી દરવાજો ખુલશે અને મુસાફરો અહીં પહોંચી શકશે. મુસાફરોની ઓળખ આઈરિશ દ્વારા કરવામાં આવી રહી છે. બંનેનો ઉપયોગ કરીને ઓળખ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં ફક્ત 9 સેકન્ડનો સમય લાગશે. પ્રોજેક્ટનું નામ બાયમેટ્રિક પેસેન્જર જર્ની રાખવામાં આવ્યું છે.

(6:03 pm IST)