Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઉનાળાના અંત સુધીમાં બાળકોને પણ આપવામાં આવશે કોરોનાની વેક્સીન

નવી દિલ્હી: આગામી ગરમીનાં અંત સુધીમાં બાળકો માટે કોરોનાની રસી આવી શકે તેમ છે. બાળકો માટે રસી બનાવવામાં લાગેલી કંપનીઓ પરીક્ષણનાં પ્રારંભીક ડેટા જુન-જુલાઈ સુધીમાં આવવાની આશા છે. માનવામાં આવે છે કે ડેટા ઉપલબ્ધ થયા બાદ કંપનીઓ સરકારને રસી ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન કરશે.સરકાર તરફથી મંજુરી મળતા બાળકોને રસીકરણ કરવામાં આવશે રસી બનાવનારી અમેરિકાની બે વિખ્યાત કંપનીઓ ફાઈઝર-બાયોએનટેક અને મોડર્ના 12 થી 15 વર્ષનાં બાળકો પર ત્રીજા ચરણનું પરીક્ષણ કરી રહી છે.બન્ને કંપનીઓએ જાન્યુઆરીનાં અંતિમ સપ્તાહમાં પરીક્ષણ શરૂ કરી દીધુ હતું.યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડ સ્કુલ ઓફ પેડીસીનના બાળ વિશેષજ્ઞ ડો.જેમ્સ ચેમ્પબેલનું કહેવુ છે કે 12 થી 15 વર્ષની વયના બાળકોને પસંદ કરવાનું કારણ તેમના શરીર આંશીક રીતે વયસ્કો જેવો વ્યવહાર કરતા હોવાનુ છે.

(6:03 pm IST)