Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અમેરિકાના એક કસ્બામાં લોકોએ બકરીને મેયર તરીકે ચૂંટી

મિશિગનના એક ગામમાં રમત ગમતના મેદાન માટે ફંડ એકઠુ કરવા માટે એક વ્યકિતએ પશુઓની ચૂંટણી યોજી હતી જેમાં એક સ્કૂલ ટીચરની બકરી મેયર તરીકે ચૂંટાઇ હતી

ન્યૂયોર્ક તા. ૯ : અમેરિકાના એક કસ્બામાં લોકોએ એક બકરીની મેયર તરીકે ચૂંટી છે. ૨૫૦૦ લોકોની વસતિ ધરાવતી આ વસાહતમાં લોકોને અપેક્ષા છે કે ત્રણ વર્ષની બકરી તેમના માટે કામ કરશે. મંગળવારે બકરી લિંકને અન્ય ૧૬ પશુઓને હરાવી અને જીત નોંધાવી છે. આ ચૂંટણીમાં કુતરા અને બિલાડી પણ ઉમેદવાર હતા.

આ વસાવહતના રહેવાસી ગંટરને સમાચાર સંભળાવ્યા હતા કે મિશિગનના ઓમેના ગામમમાં બિલાડીને ઉચ્ચ અધિકારી બનાવાઈ છે, તેમને રમતના મેદાન માટે ફંડ એકઠું કરવા માટે આવી જ એક રોચક ચૂંટણી યોજાવની ઇચ્છા થઈ હતી. એક સ્કૂલ ટીચરની બકરી લિંકને કસ્બના વાર્ષિક ઉત્સવ દરમિયાન પોતાની હાજરી નોંધાવશે. ગંટરે જણાવ્યું હતું કે ઉનાળામાં દર શુક્રવારે મેમોરિયલ ડે પરેડમાં, એપ્પલ ફેસ્ટ અને અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બકરીની નિયુકિત એક વર્ષ માટે કરવામાં આવી છે.

ગંટરને આ ચૂંટણીમાં રમત ગમત માટે મેદાનનું નિર્માણ કરવા માટે પ્રતિ ઉમેદવાર ૫ ડોલરનું ફન્ડ મળ્યું હતું. ચૂંટણી યોજીને તેણે ૧૦૦ ડોલરનું ફન્ડ એકઠું કરાવ્યું હતું. તેમણે કહ્યું કે આ એક રસપ્રદ નુસ્ખો છે, જેના દ્વારા તમે કોઈ પણ કાર્ય માટે અનુદાન એકત્રીત કરી શકો છે. મને અપેક્ષા છે કે આવનારા વર્ષે વધારે સારું થઈ શકશે.(૨૧.૨૭)

(3:22 pm IST)