Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કોફી ફેસમાસ્ક થી મેળવો સુંદરતા

કોફી આપણી જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આજના જમાનામાં લોકો ફ્રેશ થવા માટે કોફીનું સેવન કરે છે. આને સારૂ એવું ફ્રેશનર પણ મનાઈ છે. આને પીવાથી સ્ટ્રેસ દુર થઈને સુકુનનો અહેસાસ થાય છે. આ સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ જેટલી સારી છે તેટલી જ સૌન્દર્યની દ્રષ્ટિએ પણ.

સુંદરતા મેળવવા કોફીનું ફેસમાસ્ક કરી તમે ફેસ ગ્લો મેળવી શકો છો. કોફીમાં ઘણા બધા એન્ટીઓકસીડેન્ટ હોય છે. આ એન્ટીઓકસીડેન્ટ વધતી ઉંમરના પ્રભાવે ઘટાડવાનો ગુણ વધારે છે.

કોફી હની ફેસપેક :

એક ચમચી મધ અને એક ચમચી કોફી પાવડર લઈ બન્ને બરાબર માત્રામાં લઈ ફેસ પર લગાવીને લગભગ અડધી કલાક સુધી રાખો. બાદમાં મોઢું વોશ કરી લેવો. આમ કરવાથી ફેસ પર નિખાર આવશે.

કોકો કોફી ફેસપેક :

એક ચમચી કોકો પાવડર, એક ચમચી કોફી પાવડર અને અડધી ચમચી મધ લઈને બરાબર કમ્બાઈન કરીને ફેસ પર લગાવો. આને પણ અડધી કલાક જેટલુ રાખવું. સુકાઈ એટલે મોં ધોવું.

ડ્રાઈ સ્કીન ફેસપેક :

કોફીમાં ઓલીવ ઓઈલ મેળવીને ફેસપેક તૈયાર કરો. હવે અને ફેસ પર લગાવીને જ્યારે માસ્ક સુકાઈ ત્યારે ફેસવોશ કરી લેવું. આ સુષ્ક થયેલ ત્વચાને કોમળ બનાવશે. આનાથી ત્વચાનું હાઈડ્રેશન વધે

(12:02 pm IST)