Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આ વસ્તુની સાથે કયારેય ન ખાવા આ વિરુદ્ધ આહારો

આપણે સ્વાદ માટે શું-શું નથી કરતા અને કોઈપણ ખાધ્ય પદાર્થની સાથે કઈ પણ મેળવીને ખાવા લાગીએ છીએ. પરંતુ, આયુર્વેદમાં અમુક આહારો વિષે કહેવામાં આવ્યું છે કે કયાં-કયાં આહારોની સાથે કયાં-કયાં આહારને મિકસ ન કરવા.

અનેક રોગોના કારણો : વિરુદ્ધ આહારો

 દૂધ અને જેકફ્રૂટનું સેવન કયારેય એકસાથે ન કરવું.

 મીઠું અને દૂધ (સિંધવ મીઠું સિવાય) દૂધ અને તમામ પ્રકારની ખટાશ વાળી વસ્તુનું સેવન એક સાથે ન કરવું.

 દૂધ અને માછલી એક સાથે ન પ્રયોગ કરવો.

 દહીંને ગરમ કરીને ન ખાવું જોઈએ. આનાથી નુકશાન થાય છે. તમે આની કઢી બનાવીને ખાય શકો છો.

 મધ અને ઘી ને સમાન પરિણામમાં મિશ્રણ કરીને ખાવુંએ ઝેર સમાન છે.

 જવ ના લોટમાં કોઈ અન્ન ઉમેર્યા વગર ન લેવું.

 રાત્રીના સમયે સત્તુનો પ્રયોગ કરવો એ નિષિદ્ધ છે, પાણી ભેળવ્યા બાદ સત્તુ ન ખાવું.

 તેજ તડકામાં ચાલીને આવ્યા પછી થોડો આરામ કર્યા બાદ જ પાણી પીવું. વ્યાયામ અથવા શારીરિક શ્રમ કર્યા બાદ તરત જ પાણી ન પીવું અથવા થોડા સમય પછી જ પીવું. ભોજનની શરૂઆતમાં કયારેય પાણી ન પીવું.

 ભોજન કર્યા બાદ ઝડપી વૉકિંગ કરવું એ હાનિકારક છે.

 સાંજે રાત્રિ ભોજન કર્યા પછી ચાલવું જરૂરી છે. રાત્રિ ભોજન કરીને તરત જ ઊંધવું એ નુકશાનકારક છે.

 માથામાં વધારે પડતું, ગરમ પાણી રેડીને સ્નાન કરવાથી આંખોની જ્યોતિ નબળી પડે છે. જરૂર હોય ત્યારે નવશેકા પાણીથી તમે સ્નાન કરસ શકો છો.

(12:01 pm IST)