Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ભોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત...!

આપણા દેશમાં વર્ષોથી અનેક પરંપરાઓ ચાલતી આવી છે અને આપને તે પરંપરાને અનુસરણ પણ કરતા આવીએ છીએ. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો દ્વારા આદિકાળથી ચાલતી પરંપરાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. કેટલીક એવી પરંપરા છે કે જે ખુશી જ નહિં પરંતુ, આપણા સ્વાસ્થ્યને પણ સુધારે છે તો આપને જાણીએ કેટલીક પરંપરાઓ વિષે..

કેળાના પાન પર ભોજન કરવું :

કેળાના પાનનો લોકો વિવિધ રીતે ઉપયોગ કરે છે જેમકે, કથા-પૂજનમાં કેળાના પાનથી શણગાર કરવામાં આવે છે અને શ્રી સત્યનારાયણની કથામાં પણ કેળાના પાનનો ઉપયોગ દક્ષિણ ભારતમાં લોકોને કેળાના પાન પર જ ભોજન પીરસાય છે. કેળાના પાનમાં ભોજન કરવાથી તેની હરિયાળી આંખોને ઠંડક આપે છે.

ખાતી વખતે વારંવાર પાણીન પીવું :

જમતી વખતે પાણી પીવું તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે પાણીથી જ આપણું પેટ ભરાય જાય છે અને ખોરાક પચતો પણ નથી.

હાથથી ભોજન કરવું :

હાથથી ભોજન કરવાથી હાથ નરવા રહે છે અને આંગળીઓની પણ કસરત થઈ છે. આમ કરવાથી બેકટેરીયા પેમાં જતા નથી. પણ ભોજન પહેલા હાથ સાફ કરી લેવા.

ઘી ખાવું જોઈએ :

ઘી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે અને તેનાથી વજનમાં પણ ઘટાડો થાય છે અને ઘી ખાવાથી વારંવાર ભૂખ લાગતી હોઈ તો તે પણ નથી લાગતી.

 

(12:01 pm IST)