Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પોષણયુકત આહાર લેતા હો તો પણ દિવસમાં ૬ ગ્રામથી વધુ નમક ન ખાતા

નવી દિલ્હી, તા.૯ : પોષણયુકત - સ્વસ્થ આહાર મીઠાની નકારાત્મક અસરોથી મુકિત અપાવી નથી શકતો. આરોગ્યપ્રદ આહાર લેવાથી ખોરાકમાં મીઠાનંુ પ્રમાણ વધારવાની છૂટ નથી મળતી. એક અભ્યાસ પ્રમાણે એક વ્યકિત રોજના ખોરાકમાં વધારેમાં વધારે ૬ ગ્રામ મીઠંુ લઇ શકે.

જોકે તાજેતરમાં હાઇપરટેન્શન વિશે પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં સરેરાશ પ્રૌઢ વ્યકિત સૂચવવામાં આવેલા નિશ્ચિત પ્રમાણ કરતાં વધારે મીઠંુ ખાતી હોવાથી તેને બ્લડ-પ્રેશરનંુ જોખમ વધી જાય છે. ચીન, જપાન, બ્રિટન અને અમેરિકાનાં ૪૬૮૦ પુરુષો અને સ્ત્રીઓના આહારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

સેમ્પલ્સમાં નોંધવામાં આવેલા સોડિયમના પ્રમાણનંુ વિશ્લેષણ કરતાં સંશોધકોને વ્યકિતઓના ખોરાકમાં મીઠાનંુ  નિશ્ચિત પ્રમાણ જાણવા મળ્યંુ હતંુ. ખોરાકમાં પોટશિયમનંુ વધારે પ્રમાણ  લો બ્લડ-પ્રેશર માટે કારણભૂત ગણાય છે. અભ્યાસમાં સામેલ તમામ પ્રાંતોમાં પ્રૌઢોમાં ખોરાકમાં મીઠંુ ખાવાના સરેરાશ પ્રમાણના આંકડા છે. બ્રિટનમાં ૭ ગ્રામ કરતાં વધારે મીઠંુ ખવાયછે. એવી જ રીતે ખોરાકમાં મીઠાના પ્રમાણની સરેરાશ અમેરિકામાં ૯.૬ ગ્રામ, ચીનમાં ૧૩.૪ ગ્રામ અને જપાનમાં ૧૧.૭ ગ્રામ છે. (૨૨.૩)

(3:55 pm IST)