Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

શું તમે આરામદાયક ઉંઘ નથી લઈ શકતા?

  જો તમે એવા વ્યકિત છો કે જેને બહુ મુશ્કેલીથી ઉંઘ આવે છે, તો તમારી ઉંઘની આદતોમાં માસ્ક અને મિંટ ફલેવર્ડ થ્રોટ સ્પ્રે જેવા સ્માર્ટ ફેરફારોને અપનાવવાનો સમય આવી ગયો છે.

૧.નસકોરારોધક સાધન : નસકોરારોધક સાધન ખૂબ જ લોકપ્રિય  છે. લોકો તેના રૂમમેટ્સની આરામદાયક ઉંઘ માટે તેનો પ્રયોગ કરી શકે છે. નસકોરા બોલાવવા એક શરમજનક આદત છે. જે સારા સ્વાસ્થ્યની ખામી દર્શાવે છે અને બીજા લોકો માટે અસુવિધાનું કારણ પણ બને છે.

૨. ઓછો અવાજ કરતા સાધનો : શહેરમાં અવાજના પ્રદુષણને કારણે પૂરતી ઉંઘ થતી નથી. ઉંઘ સાથે સંકળાયેલ સમસ્યાઓના સમાધાન માટે વોઈસ રેડ્યુસર શહેરમાં અનિંદ્રા માટેનું એક મદદગાર સહયોગી સાધન સાબીત થયું છે.

૩. સ્લીપ માસ્ક : સ્લીપ માસ્ક એવા લોકો માટે ઉપયોગી છે જે ઓછામાં ઓછા પ્રકાશ અને પોતાની આંખો બંધ કરવામાં મુશ્કેલી અનુભવે છે.

૪. નરમ ગાદલુઃ સારી ઉંઘ માટે ગાદલુ સૌથી લોકપ્રિય વસ્તુ છે. લોકો આરામદાયક ગાદલાની માંગ કરી રહ્યા છે. સૂતેલી વ્યકિત આરામથી પડખુ ફરી શકે અને સારી ઉંઘ આપવામાં સક્ષમ હોય તેવા ગાદલાનો ઉપયોગ કરવો જોઈએ. નરમ ગાદલા પર સૂવાથી શરીરને આરામ મળે છે અને સારી ઉંઘ પણ આવે છે.

૫. મિંટ ફલેવર્ડ થ્રોટ સ્પ્રે : એક અનન્ય સૂત્ર જે રાત્રે ગળાને પાછળથી આરામ આપે છે. તે ગળુ સૂકાવાની મુશ્કેલીને ઓછી કરે છે. જે નસકોરાનું કારણ બનતા હોય છે. ગળાનો સ્પ્રે તે લોકો માટે બહુ મદદગાર હોય છે જે લોકો ઉંધા સૂવે છે.

(2:21 pm IST)