Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

લ્યો બોલો, આ લોકોની કામવાસના વધારી દે છે વાછૂટની ગંધ!

વાછૂટ શબ્દ સાંભળતા જ આપણું મોં બગડી જાય

ન્યૂયોર્ક તા. ૯ : સામાન્ય રીતે કોઈ જાહેરમાં વાછૂટ (ફાર્ટ) કરે તો મોટાભાગે લોકો તિરસ્કારની નજરે જોતા હોય છે. વળી, લોકો પણ વાછૂટ કરતી વખતે પુરતું ધ્યાન રાખે છે કે, કોઈને એ વાતની ખબર ન પડી જાય કે વાછૂટ કોણે કરી. પણ, દુનિયામાં એવા પણ લોકો પડ્યા છે કે જેમના માટે વાછૂટ એ તેમની કામવાસના વધારવાનું માધ્યમ બની ગયું છે. આવી માનસિકતાને એપ્રોકટોફિલિઆ કહેવામાં આવે છે.

અમે અહીં ત્રણ લોકોની વાત જણાવવા જઈ રહ્યા છે, કે જે આવી માનસિકતા ધરાવે છે. તેમાંથી એક કુંવારો છે, બીજો પરણિત છે અને ત્રીજો ગે છે. વાછૂટ આ ત્રણેયની કામવાસના વધારી દે છે. જોકે, ત્રણેયની માનસિકતા અલગ-અલગ છે. તેમાંથી કોઈ તેના સેકસુઅલ પાર્ટનર પર વાછુટ કરીને ઉત્તેજિત થાય છે, તો કોઈ વાછૂટ સુંઘીને.

અમેરિકાના એક ૨૨ વર્ષના યુવાન કે જેને ગર્લ્સની વાછૂટ કોમોત્તેજિત કરી દે છે, તેણે જણાવ્યું કે, તે છ વર્ષનો હતો ત્યારથી જ તેને વાછૂટ પસંદ છે. એ સમયે તેને લાયન કિંગના પુમ્બાને જોઈને તેને મજા આવતી હતી. તેણે જણાવ્યું કે, તે નાનો હતો ત્યારે તેને 'ફાર્ટ'શબ્દ બોલવાની પણ મનાઈ હતી અને એ કારણે જ તે તેના પ્રત્યે વધારે આકર્ષાયો. તેને ઓનલાઈન વીડિયો જોવાને બદલે તેની પાર્ટનરની વાછૂટથી વધુ ઉત્ત્।ેજના થાય છે. તેણે કહ્યું કે, 'હું સેકસ કે ન્યૂડિટી નથી જોતો. મને સોલો વીડિયો કે જેમાં મોડેલ એકલી હોય અને તેણે ફુલ ડ્રેસ પહેર્યો હોય કે પછી લિંજરીમાં હોય, તે જ જોવાનું પસંદ છે.'

૫૨ વર્ષના એક ઓસ્ટ્રેલિયન આધેડે જણાવ્યું કે, 'હું નાનો હતો ત્યારે મને જાહેરમાં વાછૂટ કરનારા લોકો ઘણા ગમતા હતા. કેમકે આવા લોકો બિંદાસ્ત, આત્મવિશ્વાસુ અને સ્ફોટક મનોવૃત્ત્િ।વાળા હોય છે.' તેણે કહ્યું કે, એક દિવસ તે ઘણો જ થાક અનુભવી રહ્યો હતો અને કંઈક જબરજસ્ત થાય તેની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક જિમના ચેન્જિંગ રૂમમાં એક વ્યકિતની સામે જ જોરથી વાછૂટ કરી. એ પછી તે આવું દરરોજ કરવા લાગ્યો અને બન્યું એવું કે તેની વાછૂટને પોઝિટિવ રિસ્પોન્સ મળવા લાગ્યો. જયારે તે ૪૦ વર્ષનો થયો ત્યારે તેની મુલાકાત એક એવા વ્યકિત સાથે થઈ જે તેના જેવી જ માનસિકતા ધરાવતો હતો અને આ રીતે તેની કલ્પનાઓ હકીકતમાં ફેરવાઈ. તેણે જણાવ્યું કે, 'અમે બંને ૨૪ કલાક સાથે ગાળતા હતા. એ દરમિયાન અમે રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓએ એકબીજાની સામે વાછૂટ કરતા. અમે એકબીજાના હાથ પર વાછૂટ કરતા અને એક એકબીજાના મોં પર પણ.'

બ્રાઝિલનો એક ૩૭ વર્ષનો વ્યકિત તો પુરુષોના વાછૂટથી ઉત્ત્।ેજિત થઈ જાય છે. તેણે જણાવ્યું કે, એક દિવસ તેના કઝિને મજાકમાં તેના ચહેરા પર વાછૂટ કરી અને એ દિવસે તેને ઘણી મજા આવી અને એ રીતે તેણે અનુભવ્યું કે વાછૂટ તેની કામવાસનામાં વધારો કરી દે છે. તેણે કહ્યું કે, 'તેને (કઝિનને) ખબર ન હતી કે હું તેના બમ્પની નજીક જ હતો અને તેની વાછૂટ મારા સપનાને હકીકતમાં ફેરવી રહી હતી.'

આ ત્રણે લોકોનું કહેવું છે કે, કોપ્રોફિલિઆ કોમ્યુનિટી (મળની ગંધથી ઉત્તેજિત થતા લોકો)થી તદ્દન અલગ છે તેમની એપ્રોકટોફિલિયા કોમ્યુનિટી. તેમનું કહેવું છે કે તે લોકોને કોપ્રોફિલિઆ કોમ્યુનિટી જરાય પસંદ નથી.

(12:54 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST