Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારતીય મહિલાઓ પુરુષો કરતાં ૧૪ ટકા ઓછું પ્રોટીન લે છે

નવી દિલ્હી તા.૯ : પુરુષોની સરખામણીએ  ભારતીય સ્ત્રીઓ પ્રોટીન લેવાની બાબતમાં પાછળ છે અને ૧૪ ટકા ઓછું પ્રોટીન લે છે એટલંુ જ નહીં, સ્ત્રીઓનું ઓવરઓલ ચરબીયુકત ખોરાક ખાવાનું પ્રમાણ પણ ગયા વર્ષ કરતાં વધ્યંુ છે એવંુ હેલ્ધીફાયમી નામની હેલ્થ અને ફિટનેસ એપના ડેટાનું તારણ કહે છે. ગયા વર્ષ કરતાં સ્ત્રીઓમાં ફ્રૂટ્સ લેવાનું પ્રમાણ પણ ૩૦ ટકા જેટલંુ ઘટયુંછે. ફાઇબરનું પ્રમાણ ખોરાકમાં ઘટયુંહોવાથી અને ચરબીયુકત ખોરાકનો વધારો થવાથી સ્ત્રીઓમાં ડાયાબિટીઝનું રિસ્ક વધ્યંુ છે. જોકે ફિટનેસ એકિટવિટીના મામલે સ્ત્રીઓમાં સુધારો થયો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે સ્ત્રીઓ વોકિંગ અને રનિંગ જેવી એકિટવિટીમાં ૩૦ ટકા વધુ  પર્ફોર્મન્સ આપતી થઇ છે. ગયા વર્ષે વીકનાં સરેરાશ ૧૪,૦૦૦ સ્ટેપ્સની સરખામણીએ આ વર્ષે મહિલાઓ  સરેરાશ ૧૮,૦૦૦ સ્ટેપ્સ ચાલતી  - દોડતી થઇ છે. એ રીતે મહિલાઓ ગયા વર્ષની સરખામણીએ એકિટવિટી દ્વારા ૩૦ ટકા વધુ કેલરી બર્ન કરવા લાગી છે. આ વિશ્લેષણ ૨૨૦ શહેરોની વીસ લાખ મહિલાઓની આદતોના ડેટા પરથી તારવવામાં આવ્યું છે.

(11:35 am IST)