Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

૧૪ મહિનાની દીકરીને ૧૩ ફૂટના અજગર સાથે રમાડે છે આ પિતા

ન્યુયોર્ક તા. ૯ : સાપ અને અજગર હાનિકારક નથી હોતા એવું માનતા જેમી ગુએરિનો નામના પિતાએ પોતાની ૧૪ મહિનાની દિકરીને ૧૩ ફૂટનાઅજગર સાથે રમતી હોય એવો વિડીયો તાજેતરમાં પોતાના ફેસબુક એકાઉન્ટ પરમુકયો છે. આ વિડીયો રૃવાડાં ખડા કરી દે એવો છે. અમેરિકાના ડેટ્રોઇટમાં રહેતા જેમી ગુએરિનો તેના દસ વર્ષના અજગર નાય-નાયને તેની નવજાત દીકરી સાથે છુટથી રમવા મુકી દે છે. બાળકી જમીન પર સુતી હતી હોય ત્યારે અજગર તેના શરીર અને ગરદન ફરતેથી પસાર થઇ જાય છે અને છતાં આ ભાઇએ ઘટનાનો વિડીયો ઉતારતા રહે છે. જેમીનું કહેવું છે કે જો અજગરને પહેલેથી ઉછેરવામાં કાળજી રખાઇ હોય અને તેનું પેટ હંમેશા ભરેલું હોય તો આ નાહક કોઇ મનુષ્ય કે કોઇ પ્રાણી પર હુમલો નથીકરતો. વિડીયોમાં આ ભાઇ કહેતા દેખાય છે કે દુનિયામાં સાપ અને અજગરના અટેક કરતા ડોગીના હુમલાથી બાળકોને થયેલા નુકસાનના કિસ્સા વધુ નોંધાયા છે. હવે તો  તેમની દિકરી પાંચેક વર્ષની થઇ ગઇ છે અને હજીયે તે એ જ  અજગર સાથે રમે છે. અજગરના ડરને અતાર્કિક ગણાવતા આ ભાઇના વિડીયો પર સોશ્યલ મીડીયામાં જબરી ચર્ચા જામી છે. જેમીભાઇ  દાવો કરે છે કે તે અજગરને નિયમીત પણે ચોકકસ જગ્યાએ બેસાડીને જ ચિકન ખવડાવે છે એટલે તે એવો ટ્રેઇન થઇ ગયો છે કે અન્યો કોઇ પણ પ્રાણીને તે હાનિ ન કરે. સ્વાભાવિક પણે જેમણે કદી સાપ અને અજગર પાળ્યા નથી એવા લોકો આ વિડીયો તસ્વીરો જોઇને છળી ઉઠે, પણ સોશ્યલ મીડીયા પર હાલમાં અજગર પાળનારા લોકો પણ આ ભાઇ પર તુટી પડયા છે. એક બહેનનું કહેવું છે કે જેમી ઓવર કોન્ફિડન્ટ છે. મારા બોયફ્રેન્ડ પાળેલો અજગર તેની જ પાળેલી બિલાડીઓને અને ડોગને ખાઇ ગયો હતો. અજગર કયારે શું કરશે એ વિશે આટલું ખાત્રીપુર્વક કંઇ પણ કહેવું એ મુર્ખામી છે.

(11:23 am IST)