Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પાકિસ્તાનમાં ૧ર૦ વર્ષથી વડના ઝાડને સાંકળથી બાંધી રાખવામાં આવ્યું છે

કરાંચી તા. ૯ : અત્યાર સુધી તમે માણસો કે જાનવરોનાપગે બેડીઓ બાંધીને એને પકડી રાખવાના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ પાકિસ્તાનમાં એક વૃક્ષ સાથે આવું થઇ રહયું છે. છેલ્લા લગભગ ૧ર૦ વર્ષથી એક વડના ઝાડને જંજીરોથી બાંધી રાખવામાં આવ્યું છે. પાકિસ્તાનના લાન્ડી કોટલ વિસ્તારમાં આવેલા વડના ઝાડને ૧૮૯૮ની સાલથી કેદ કરીને રાખવામાં આવ્યું છે અને એની સાથે તકતી પણ ચોટાડવામાં આવી છે. આઇ એમ અન્ડર અરેસ્ટ. એવી માન્યતા છે કે બ્રિટીશ અફસર જેમ્સ સ્કવોડ અહીં દારૃ પીને નશામાં ફરી રહયા હતા.  આ વડ પાસેથી પસાર થતી વખતે તેમનું લાગ્યું કે આ ઝાડ પાછળ તેમની પાછળ પાછળ આવી રહયું છે. વૃક્ષને પોતાની તરફ આવતું જોઇને જેમ્સ ડરી ગયા અને તેમણે સૈનિકોને આદેશ કર્યો કે આ ઝાડને પકડી લેવામાં આવે. સૈનિકોએ એની ડાળીઓને જમીન સાથે બાંધી દીધી છે. ત્યારથી આ ઝાડને સાંકળના બંધનમાં છોડાવવાની હિંમત કોઇએ નથી કરી.

(11:21 am IST)