Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રોગપ્રતિકારક શક્તિ વધારવાની ટેક્નિકના પ્રયોગોમાં મળી નોંધપાત્ર સફળતા

નવી દિલ્હી: એચઆઈવીનો ઈલાજ કરવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાની ટેકનિકના પ્રયોગોને નોંધપાત્ર સફળતા મળી છે. મેડિકલના વિદ્યાર્થીએ જે પ્રયોગો કર્યા છે, તે અસરકારક પરિણામ લાવશે એવી આશા છે. એચઆઈવીના વાયરસ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડીને શરીરને ખોખલું કરી નાખે છે. અત્યારે ઈલાજની જે સિસ્ટમ છે, પ્રમાણે દરરોજ એવી દવા આપવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને યથાવત રાખીને વાયરસને હંફાવે છે.

          જોકે, અત્યારે જે દવા છે તે ખૂબ પાવરફૂલ હોવાથી ઘણાં દર્દીઓને તેની આડઅસર પણ થાય છે. મેડિકલ સ્ટૂડન્ટ હમઝા લુસિફે પ્રોફેસર જુલિયન વાનના માર્ગદર્શનમાં ઈમ્યૂન સિસ્ટમ વધારવાના જે પ્રયોગો કર્યા હતા, તેને નોંધપાત્ર સફળતા મળી હતી. મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે સેલમાં થોડાક ફેરફાર કરીને એચઆઈવી ધરાવતા દર્દીના શરીરમાં ઈમ્યૂન સિસ્ટમ વધારવાની દિશામાં કામ કરાશે. એક પ્રોટીન બનાવવાનું કામ હાથ ધરાયું છે, જે શરીરમાં પ્રવેશતાની સાથે એનર્જી આપશે. એનર્જીના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ થશે અને એચઆઈવીના વાયરસ સામે લડત આપશે.

(5:43 pm IST)