Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

આ છે વિશ્વનો સૌથી મોંઘો પદાર્થ : કિંમત જાણીને સહુ કોઈને થશે આશ્ચ્ર્ય

નવી દિલ્હી: આપણે સૌ કોઇ મોંઘા હીરા-ઝવેરાત, સોના-ચાંદીના ઘરેણાંઓ વિશે જાણીએ છીએ, કે જેની કિંમત લાખો-કરોડોમાં હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે વિશ્વનો સૌથી મોંઘો પદાર્થ કયો છે? જેની કિંમત એટલી બધી વધારે છે કે તમે તે સાંભળીને વિશ્વાસ પણ નહીં કરી શકો. હકીકતમાં, વિશ્વના સૌથી મોંઘા પદાર્થની અંદાજે એક ગ્રામની કિંમત 7553 અરબ રૂપિયાથી પણ વધારે છે.

પદાર્થનું નામ છે એન્ટીમેટર (પ્રતિદ્રવ્ય). કદાચ ભાગ્યે તમે પદાર્થનું નામ સાંભળ્યું હશે, પરંતુ વિજ્ઞાનમાં તેને એક રહસ્યમય પદાર્થના રૂપમાં માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, એન્ટીમેટર એક પદાર્થના બરાબર છે, પરંતુ સામાન્ય પદાર્થથી તદ્દન અલગ છે. એન્ટીમેટરના ઉપ-પરમાણુઓમાં મેન્ટરથી ઉલ્ટા ગુણ હોય છે. બિગ બેંગ બાદ એન્ટીમેટર, મેટર સાથે બન્યા હતાં, પરંતુ એન્ટીમેટર આજે બ્રહ્માંડમાં દુર્લભ છે અને વૈજ્ઞાનિકો માટે અત્યાર સુધી એક રહસ્ય બનેલું છે કે આખરે આવું કેમ. તમે વિચારતા હશો કે એન્ટિમેટર કદાચ કોઇક કાલ્પનિક પદાર્થ હોઈ શકે, એટલાં માટે તે ઉપલબ્ધ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે, તે કાલ્પનિક પદાર્થ નથી પરંતુ તે એક વાસ્તવિક પદાર્થ છે. તે 20મી સદીમાં મળી આવ્યું હતું. એન્ટિમેટરના વિશે સૌ પ્રથમ વર્ષ 1928માં વૈજ્ઞાનિક પૉલ ડિરાકેએ વિશ્વને જણાવ્યું હતું. ત્યારથી તે વૈજ્ઞાનિકો માટે એક ઉત્સુકતાનો વિષય રહ્યો છે.

(5:43 pm IST)