Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ચોંકાવનારો ખુલાસો:ડીઝલ-કોલસાના પ્રદૂષણથી અંદાજે 50 લાખ લોકો મોતને ભેટે છે....

નવી દિલ્હી: માણસ જાતની સ્વાર્થ વૃતિ આખરે તો તેને ભારે પડી રહી છે. દેશમાં જીવાશ્મ ઈંધણ ખાસ કરીને ડીઝલ અને કોલસા સળગાવવાથી પેદા થતા પ્રદુષણથી લગભગ 50 લાખ લોકોના મોત થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્ર્વમાં લગભગ 80 લાખ મૃત્યુ માટે વિશ્ર્વમાં લગભગ 80 લાખ લોકો મોત માટે જીવાશ્મ ઈંધણ જવાબદાર છે જેમાં ભારતની ભાગીદારી 30.7 ટકા છે.હાર્વર્ડ વિશ્વ વિદ્યાલય, યુનિવર્સીટી ઓફ બર્મીંધમ તથા યુનિવર્સીટી કોલેજ લંડનનાં અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે.

             અત્યાર સુધીમાં પ્રદુષણથી થતા મૃત્યુના જે આંકડા તૈયાર કરવામાં આવે છે. તેમાં પીએમ 2.5 કણોના આધારે પરીણામ જાહેર કરવામાં આવે છે.જીવાશ્મ ઈંધણથી થતા પ્રદુષણનાં અલગ આંકડા નહોતા, ખરેખર તો ઉપગ્રહથી પ્રાપ્ત આંકડા તેમજ સપાટી પર રાખેલા દેખરેખનાં સાધનોથી જાણવુ મુશ્કેલ બને છે કે પીએમ-2.5 માં મોજુદ કણોમાં જીવાશ્મ ઈંધણનાં સળગવા વનોમાં લાગેલી આગના કારણે પેદા થયેલા કણો તેમજ ધૂળના કણોની ભાગીદારી કેટલી છે.

(5:42 pm IST)