Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

દુનિયાની સૌથી સીક્રેટ મેન્સ કલબની મેમ્બરશિપ-ફી છે ૮ કરોડ રૂપિયા

બર્લિન તા.૯: હજી ગયા મહિને જ પુરૂષો માટે સીક્રેટ કલબ ખૂલી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં અન્ડરગ્રાઉન્ડ કલબ છે, જેની તસ્વીરો તાજેતરમાં વાઇરલ થઇ છે. જમીનની અંદર એકઝેકટલી કયાં આ કલબ આવેલી છે એનું લોકેશન ખૂબ સીક્રેટ રાખવામાં આવ્યું છે. એના મેમ્બર્સ બનનારા લોકોને જ એની જાણ થઇ છે. આશ્ચર્યની વાત એ છે કે આ કલબની એન્યુઅલ મેમ્બરશિપ ૯ લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૮ કરોડ રૂપિયા છે. તસ્વીરો પરથી એની ભવ્યતા અને લકઝુરિયસ સવલતોનો અંદાજ લગાવી શકાય એમ છે અને એમાં સભ્યોની આગતા સ્વાગતા પણ ખાસ રીતે કરવામાં આવે છે. તેમને આવવા-જવા માટે પ્રાઇવેટ જેટ અપાય છે અને અહીં કોઇ આમ આદમી પહોંચવાનો વિચાર પણ કરી શકે એમ નથી. અહીં કામ કરનારી મહિલાઓ અને વેઇટ્રેસિસ માટે પણ ખૂબ આકરા નિયમો છે. અહી કામ કરતી મહિલાઓની હાઇટ પાંચ ફુટ સાત ઇંચથી વધુ અને વજન ૫૮ કિલોથી ઓછુ હોવુ આવશ્યક છે. જો કોઇ ગેસ્ટ તેમની સાથે સામેથી વાતચીત ન કરે તો અહીંની મહિલાઓ પર કશું પણ બોલવાની પાબંદી હોય છે અહી દારૂ પીરસવા માટે સોનાની બોટલો વપરાય છે જોકે આ કલબ નોર્મલ લોકો માટે નથી એવુ કલબના માલિકે કહીને વિવાદ ઊભો કર્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે આ કદાચ ઊભો કર્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે આ કદાચ સેકસ-બાર અથવા તો વેશ્યાલય જ હોવું જોઇએ. સોશ્યલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઇ રહી છે, પરંતુ માલિકનું કહેવું છે કે એ  અફવાઓને કારમે તેની કલબના મેમ્બર્સની સંખ્યામાં કોઇ ફરક નથી પડ્યો.

(4:49 pm IST)
  • બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયત નાદુરસ્ત થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં છે. તેમને શું થયું છે અને હાલ કેવી સ્થિતિ છે તે જાણવા મળ્યું નથી પરંતુ પરિવારના સભ્ય પણ હોસ્પિટલમાં જ છે. જોકે, હોસ્‍પિટલ સુત્રોના જણાવ્‍યા મુજબ તેઓ દર ર-૩ મહિને કરવામાં આવતું રૂટિન ચેક-અપ માટે આવ્‍યા હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે. access_time 8:06 pm IST

  • માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. access_time 9:43 pm IST

  • જીજ્ઞેશ ભજીયાવાલાને આવકવેરાનું તેડુઃ કરોડો રૂપિયાની રોકડ અને પ્રોપર્ટી અંગે આયકર ખાતુ જવાબ લેશે! ૧ વર્ષ પછી જામીન ઉપર છુટતા હવે જીજ્ઞેશને નોટીસ સમન્સ ફટકાર્યા access_time 4:10 pm IST