Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

આ ટાપુ છ મહિના સ્પેનનો અને છ મહિના ફ્રાન્સનો થઇ જાય છે

લંડન તા.૯: યુરોપમાં આવેલી બિદાસોઆ નદીમાં આવેલો ફીસન્ટ નામનો નિર્જન ટાપુ આજની તારીખે ફ્રાન્સ દેશનો હિસ્સો કહેવાય છે, પરંતુ પહેલી ફેબ્રુઆરીથી ૩૧ જુલાઇ સુધી એ સ્પેનનો થઇ જશે. એ પછી ફરીથી છ મહિના એ ફ્રાન્સનો બનશે. માનવામાં નવાઇ લાગે એવું છે, પણ આ હકીકત છે. આ ટાપુ સ્પેન અને ફ્રાન્સની સીમાઓને જુદી પાડતી બિદાસોઆ નદી પર છે. અહીં સેકડો સીલનો જમાવડો થાય છે. આ ટાપુ બન્ને દેશોની એકદમ વચ્ચોવચ્ચ આવેલો હોવાથી એને ન્યુટલ ટેરિટરી માનવામાં આવે છે. પાણીના તેજ વહેણને કારણ હવે તો આ ટાપુનો અડધાથી વધુ હિસ્સો ખતમ થઇ ગયો છે. એ છતાં હેરિટેજ સાઇટ તરીકે આ ટાપુને ચોક્કસ ઉત્સવો વખતે ખુલ્લો મૂકવામાં આવે છે. ૧૬૫૯માં ફ્રાન્સ અને સ્પેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવા માટેની જે વાટાઘાટો હતી એ આ ટાપુ પર થઇ હતી. એ વાટાઘાટોમાં નક્કી કરવામાં આવેલુ કે આ એ ક ટાપુ બન્ને દેશો શેર કરશે. બસો મીટર લાંબો અને ૪૦ મીટર પહોળો આ આઇલેન્ડ નથી સ્પેનનો, નથી ફ્રાન્સનો અને છતાં છે બન્ને દેશનો.

(4:49 pm IST)