Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

પિતાએ પુત્રને આપી સજા

પુત્ર બન્યો યૌન શૌષણનો શિકાર, પિતાએ ગુપ્તાંગ પર ઇસ્ત્રી ચોંટાડી દીધી

રિયાધ તા. ૯ : સાઉદી અરેબિયાના એક વ્યકિતએ પોતાના જ પુત્રને સજા આપી. પુત્રને સજા એટલા માટે આપી કેમ કે તેની જાતીય સતામણી થઈ હતી. આ કેસ સામે આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો છે જાતિય સતામણીના પીડિતો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.

સાઈકોલોજિસ્ટ ડો હુસૈન અલ શમરાનીએ આ કેસની માહિતી આપતા જણાવ્યું કે એક પિતા તેમની પાસે આવ્યા અને તેમની મુશ્કેલી એ હતી કે તેમણે તેમના જ પુત્રને ગુપ્તાંગ પર ગરમ ઈસ્ત્રી અડાડી તેને સજા આપી હતી. કેમ કે તેમના પુત્રની સગીર યુવકો દ્વારા જાતીય સતામણીનો ભોગ બન્યો હતો.

ડો. હુસૈનએ આ કેસ ઓનલાઈન એટલા માટે જણાવ્યો કે તેઓ જણાવવા માંગે છે કે દેશમાં જાતિય સતામણીના ભોગ બનનારા પીડિતોની હાલત કેવી છે. ડોકટરે જણાવ્યું કે 'આ માણસ મારી સલાહ લેવા માંગતો હતો, કે તેના આ પગલાથી બાળકના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને વધુ નુકસાન તો થયું નથી ને' સાઈકોલોજિસ્ટના આ કેસની માહિતી ટ્વિટ કર્યા બાદ લોકો કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

એક ટ્વિટર યુઝર્સે લખ્યું કે 'અજ્ઞાન હોવું તે પણ આપત્તિજનક છે. આ પિતા જાણે છે કે તેને આ ઘટનાની સજા નહીં કરવામાં આવે. એટલા માટે આ પ્રકારની ઘટનાઓ ફરી વાર બનતી રહેશે.'(૨૧.૮)

(10:20 am IST)