Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

આ તો ગઝબ જ કહેવાય..... આ કંપનીએ કર્મચારીઓ માટે બનાવ્યો આવો આકરો નિયમ

નવી દિલ્હી: દરેક કંપનીને પોતાના ચોકકસ રુલ હોય છે અને તેને નોકરી કરનારાએ પાળવા પડે છે પરંતુ દક્ષિણ ચીનમાં આવેલી એક કંપનીએ એક વિચિત્ર નિયમ બનાવ્યો છે. આ નિયમ મુજબ કર્મચારીએ ટોયલેટ માટે માત્ર એક વાર જ બ્રેક લેવાનો રહેશે, જો બીજી વાર ટોયલેટ જશે તો તેના માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચીનની એક ઇલેકટ્રોનિકસ સાયન્સ અને ટેકનોલોજીનું કહેવું છે કે કર્મચારીઓ આળસું હોય છે અને તેમની કાર્યક્ષમતા વધારવા માટે એક થી વધારે ટોયલેટ બ્રેક પર મનાઇ ફરમાવવામાં આવી છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતના દોંગગુઆનમાં આવેલી કંપનીએ બીજી વાર ટોયલેટ જનારા કર્મચારીઓ માટે ૨૦ યુઆન(ચીની ચલણ)નો દંડ નકકી કર્યો છે. કંપનીના આ નિયમનો ભંગ કરનારા સાત કર્મચારીઓએ દંડ ભરવો પણ પડયો છે.

આ નિયમ અંગે ઘણા કોમેન્ટ કરી રહયા છે કે આ નિયમ એક જમાનાના પ્રખ્યાત કોમેડિયન ચાર્લી ચેપલિન ફિલ્મની યાદ અપાવે તેવો છે જેમાં કર્મચારીઓએ ટોયલેટ જતા પહેલા પોતાના બોસ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જો કે ચીની સરકારના અધિકારીઓના ધ્યાનમાં આવો વિચિત્ર નિયમ લાગુ પાડવામાં આવ્યો હોવાનું આવતા આ નિયમને ગેરકાનુની ગણાવ્યો હતો. આ અંગે કંપનીએ ખુલાસો કર્યો કે નિયમ ભંગ કરનારા કર્મચારીઓ પાસેથી દંડ લેવામાં આવ્યો નથી પરંતુ માસિક બોનસમાંથી કાપવાનો હતો. કર્મચારીઓ ટોયલેટમાં જઇને સિગરેટ પીતા હોવાથી આ નિયમ બનાવવો પડયો હોવાનો બચાવ પણ કર્યો હતો. કામમાં આળસુ કર્મચારીઓને વારંવાર સમજાવવા છતાં તેમાં કોઇ સુધારો ન થતા નિયમ લાવવામાં આવ્યો હતો.

(4:37 pm IST)
  • ' એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ ' : આવતીકાલ શનિવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : ' એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ ' અભિયાનની શરૂઆત કરશે : ખેડૂત પરિવારના ઘેર બપોરનું ભોજન લેશે : રાધા ગોવિંદ મંદિરમાં દર્શન કરશે : રોડ શો તથા ગ્રામ સભાનું આયોજન : આગામી ચૂંટણી પહેલા 40 હજાર સભાઓ યોજવાના પ્લાનિંગના શ્રીગણેશ કરશે access_time 7:47 pm IST

  • 11 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. અને દેશવ્યાપી રસીકરણ 12 કે 13 જાન્યુઆરીથી શરૂ થવાની સંભાવના છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. access_time 9:10 pm IST

  • સમગ્ર પાકિસ્તાનમાં આજ સુધીનો સહુથી ખરાબ રાષ્ટ્ર વ્યાપક પાવરગ્રીડ ફેલયોર થયો છે, જેના થકી સમગ્ર દેશ માં લાઈટો ગુલ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવર ગ્રીડ સિસ્ટમોમાં મુખ્ય સમસ્યા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ પરિસ્થિતિ ભયજનક હોય શકે છે તેમ આંતરાષ્ટ્રીય તજજ્ઞો જણાવી રહ્યા છે access_time 1:16 am IST