Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અફઘાનિસ્તાનમાં વિશેષ બળોના અભિયાનમાં 5 કમાંડર સહીત 20 તાલિબાન આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત લગમાનમાં વિશેષ બળોએ એક અભિયાન દરમ્યાન 5 કમાંડર સહીત 20 તાલિબાન આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

સેનાના સૂત્રોદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અલીગર જિલ્લાના ગોરલૈંડ વિસ્તારમાં બુધવારના રોજ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાનમાં તાલિબાન સમૂહના પાંચ કમાંડર અને 15 સભ્યોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે આ અભિયાનમાં કોઈ પણ નાગરિકને ઇજા પહોંચી નથી.

(6:13 pm IST)